દુ’આ
હજારો નિયામતો ને બરકતોની જનેતા છે દુ’આ
હર બલાને કરે બેઅસર, એવી અસરદાર છે દુ’આ
બચાવે હર મુશ્કેલી ને મુશીબતથી
એવુ મોમીનનુ મજબુત હથીયાર છે દુ’આ
મૌલા સાથનો સીધો સંવાદ છે દુ’આ
ઈબાદતનો આત્મા છે દુ’આ
પડીએ દુઆ દીલથી, ને થાય હર કામ આસાન
એવી સુખ, સમૃધ્ધિ ને સંતોષવંતી છે દુ’આ
બદલે જીંદગી, સ્થિતિ ને બદલે નસીબ
એવી તાકાતવંતી છે દુ’આ
દુખ, દર્દ અને સમસ્યાઓનો ઉકેલ છે દુ’આ
છે શાંતિ અને રાહતની અનુભુતિ દુ’આ
મૌલાની મનગમતી વસ્તુ, છે મોમીનની દુ’આ
‘નુર’ પડતો રહેજે સદા, સવારને સાંજની દુ’આ
નુરદીન સુરાણી ‘નુર’
DU’A
Hajaaro Niyaamato Ne Barakatoni Janetaa Chhe Du’A
Har Balaane Kare Beasar Aevi Asardaar Chhe Du’A
Bachave Har Muskeli ne Musibatthi
Aevu Mominnu Majbut Hathiyaar Chhe Du’A
Mawla Saatheno Sidho Samvad Chhe Du’A
Ibaadat No Aatma Chhe Du’A
Padiye Du’A Dilthi Ne Thay Har Kaam Aasaan
Aevi Sukh, Samrudhi Ne Santoshvanti Chhe Du’A
Badle Jindagi, Sthiti Ne Nasib
Aevi Takaatvanti Chhe Du’A
Dukh Dard Ane Samsyaono Ukel Chhe Du’A
Chhe Saanti Ane Raahatni Anubhuti Du’A
Mawlani Mangamati Vastu, Chhe Mominni Du’A
“Noor” Padto Raheje Sadaa, Savaar Ne Saanjni Du’A
Nurddin Surani “Noor”
Nurddin (Noor) Surani, originally from Hyderabad, India currently resides in Kinshasa, D.R. Congo. Nurddin has written many poems. His first poem “CHAHERO” was published in “Ismaili India” in 1986. During Diamond jubilee year he wrote many poems on the diamond jubilee theme and also published a musical audio album for the same. Nurddin has received poem writing as a hereditary gift. His father was a poet as well. Nurddin’s Gujarati Spiritual Poems collection “KAMRU KAHE” is available on Google Play store.